નિરંજન ભગત ~ હરિવર * Niranjan Bhagat

હરિવર મુજને હરી ગયો ~ નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !

સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ? રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !

નિરંજન ભગત (18.5.1926 – 1.2.2018)

ભગતસાહેબની વિદાયને આજે ચાર વર્ષ પૂરાં થશે….. એમનાં જેવાં વ્યક્તિત્વો દુર્લભ છે !

એમની પૂણ્યસ્મૃતિએ વંદન સહ એમનું આ હરિગીત

1.2.22

*****

આભાર

05-02-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી અને વિવેકભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

02-02-2022

આજના કાવ્યવિશ્ર્વ ના બન્ને કવિશ્રી ના કાવ્યો ખુબ સરસ. કવિનિરંજન ભગત નુ કાવ્ય પણ અેટલુજ ઉત્તમ ખુબ ખુબ અભિનંદન

વિવેક મનહર ટેલર

01-02-2022

વાહ… સુંદર!

સાજ મેવાડા

01-02-2022

ખૂબજ જાણીતું ગીત, આનંદ. અદ્ભૂત હરિ પ્રેમનો અુભભવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: