લતા હિરાણી ~ તેં મને પૂછ્યું * Lata Hirani

તેં મને પૂછ્યું ~ લતા હિરાણી

તેં મને પૂછ્યું,
”તારી ઉંમર શું છે ?”
”કોણ જાણે ?”
મારા સઘળા સૂર
એકસામટા બોલી ઉઠયા.
તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”
ને આંખોના અડાબીડમાં
ઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.
”મને કંઇ જ ખબર નથી
તેં જોયું છે કદી ?
મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

~ લતા હિરાણી

આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને શું સમજાય છે એનું વધારે મહત્વ છે. કોઈ માણસને ઓળખવું, એનો સૂર પકડવો એટલે એની ફરતે વિટળાયેલું – આગવું – મેઘધનુષ જોવું ! કેટલી સરસ વાત છે ! – ધવલ શાહ

કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં  2. ઝરમર

2.2.22

Khyati Jani

09-02-2022

ખૂબ જ સરસ રચના

આભાર

05-02-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી. પ્રફુલ્લભાઈ, વારિજભાઈ, કીર્તિભાઈ અને દીપ્તિબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

પ્રફુલ્લ પંડ્યા

05-02-2022

આ કવિતા ખૂબ ગમી.શ્રી ધવલ મહેતાએ શોર્ટ એન્ડ સ્વીટ સ-રસ આસ્વાદ કરાવ્યો છે. મારા મતે આ બહુ મોટા ગજાની કવિતા છે ! સંપૂર્ણ કવિ હ્રદય વિના આવી ઉદાત ભાવના જન્મતી નથી હોતી !
લતાબેન, હાર્દિક અભિનંદન !

સાજ મેવાડા

03-02-2022

ખૂબ અઘરા પ્રશ્નો પૂછાયા છૈ, આમેય કવિતામાં વાચ્ય અર્થ કરતાં સંભવિત અર્થો જ એને ઉત્તમ કવિતા બનાવે છે.આદરણીય લતાજીએ સુપેરે કર્યું છે.

Dipti Vachhrajani

03-02-2022

અતિ સુંદર કલ્પના લતાબેન.

Varij Luhar

02-02-2022

તેં મને પૂછ્યું..સરસ કાવ્ય

કીર્તિ શાહ

02-02-2022

Lovely . Mara cousin e ek kavita લખી હતી નભ ની કટી પે જકડાઈ મેઘધનષ્ આવી ઉત્રર્યું છોકરી ની કમરે સ્કર્ટ. બની ને

છબીલભાઈ ત્રિવેદી

02-02-2022

આજની આપની રચના ખુબજ સરસ ખરેખર આપણે ઘણી વખત સાથે રહેવા છતા અેક બીજા ને ઓળખી શકતા નથી ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: