નાઝિર સાવંત ~ માણસ છું * Nazir Savant

માણસ છું

માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું
વહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેંચાઈ ગયેલો માણસ છું.

દર્દોને રાહત છે તો ઉપચાર જરૂરી કોઈ નથી
દુનિયાના જખમો જીરવી રુઝાઇ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાના, તરત જ માની જાઉં
અમથો અમથો આદતવશ, રિસાઈ ગયેલો માણસ છું.

નાઝીર એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખરચીને ખરચાઈ ગયેલો માણસ છું.

નાઝિર સાવંત

સ્પર્શવાની તાકાત સરળતામાં જ છે એવું આ ગઝલ ફરી એકવાર સાબિત કરે છે. આટલી સરસ વાત, સરસ કાવ્ય અને છતાંય કવિ એકદમ લો પ્રોફાઇલમાં રહેવામાં માનનારા. એ હાથવગી બાબત નથી. જરાક લખ્યું ત્યાં ગાજનારા રચનાકારોમાં આ કવિ એમ જુદું સ્થાન ધરાવે છે એમ કહી શકાય.

7.2.22

કાવ્ય : નાઝિર​​​​​​​ સાવંત સ્વર : મનહર ઉધાસ

*****

આભાર

13-02-2022

આભાર દીપ્તિબેન, મેવાડાજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

Dipti Vachhrajani

07-02-2022

સાવ સાચી વાત છે લતાબેન. સરળ શબ્દોમાં ચોટદાર અભિવ્યક્તિ.
ખૂબ સરસ રચના.

સાજ મેવાડા

07-02-2022

ખૂબ સુંદર ગઝલ, સરસ સ્વરાંકન અને ગાયન માણવા મળ્યું. લતાજીની નોંધ સાથે સહમત છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: