પારૂલ નાયક ~ કોઈ વેળા

ખખડધજ વૃક્ષને પણ ~ પારૂલ નાયક

ખખડધજ વૃક્ષને પણ પાન ફૂટે છે કોઈ વેળા,

લત્તા નાજુક ફરતે જાત વીંટે છે કોઈ વેળા,

સવાલો મૂળ સાથે ઉછર્યા છો કે નહીં એ છે,

નહીં તો ફૂલવું ફળવું ય છૂટે છે કોઈ વેળા!

ભરોસા આંધળા મૂકો નહીં બસ આંખ મીંચીને,

ખુલે આંખો પછી આકાશ તૂટે છે કોઈ વેળા!

કહો કે તાપસી માફક કર્યુ છે તપ ઘણાં વર્ષો,

પછી વરદાનનાં બે બોલ ઉઠે છે કોઈ વેળા!

ભરેલાં ઘર, ભરેલાં જળ, ભરેલાં માનવી મેળા,

નઠારા મનને કાયમ કંઇક ખૂટે છે કોઈ વેળા!

~ પારુલ નાયક

માનવજાતના સ્વભાવને આલેખતું આ કાવ્ય. બીજો અને છેલ્લો શેર સરસ થયા છે. આકાશ તૂટી પડવાની વાત પણ સરસ પ્રતિકાત્મક થઈ છે. પ્રથમ શેરમાં ‘ખખડધજ’ કહીને કવિ ‘સુકાઈ જવા આવેલ વૃક્ષ’ એમ કહેવા માંગતા હશે અને એને માનવીનું પ્રતીક ગણીએ તો એ અર્થસભર છે જ. લખતા રહો પારૂલબહેન.

8.2.22

આભાર

13-02-2022

આભાર દીપ્તિબેન, મેવાડાજી, છબીલભાઈ અને વારિજ્ભાઈ.

પારૂલબેન આ તો મારો આનંદ છે.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

પારૂલ નાયક

09-02-2022

ખૂબ ખૂબ આભાર, લત્તાબહેન, સરસ રીતે આસ્વાદ કર્યો!

સાજ મેવાડા

08-02-2022

કવિયત્રી પારુલ નાયકે થોડામાં ઘણું કહી દીધું છે આ ગઝલમા.

Dipti Vachhrajani

08-02-2022

સરસ રચના. છેલ્લો શેર તો અદભુત.

છબીલભાઈ ત્રિવેદી

08-02-2022

આજે પારૂલ નાયક નુ કાવ્ય ખુબજ ગમ્યું ખખડધજ વ્રુક્ષ ને પણ યોગ્ય માવજત મળે તો કૂંપળો ફુટે તેનુ જવતુ જાગતુ ઉદાહરણ છે વાલિયા માથી વાલ્મીકિ

Varij Luhar

08-02-2022

કૂંપળ ફૂટવાની ધરપત સુખદ ગણાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: