હાલરડું – સૂઈ જા રે તું સૂઈ જા

હાલરડું

સૂઈ જા રે તું સૂઈ જા
હેતે ઝૂલાવું તું સૂઈ જા …..

પૂનમના ચાંદ મુખડુ મલકે
દેખી અમારા હૈયા રે છલકે
પારણું ઝૂલાવું હાથ હલકે હલકે
સૂતી ના સૂતી ત્યાં તું જાગે પલકે …..

કુસુમ, કોકિલા કે કુમુદ, કેતકી
ઉષા, અંજના, અરુણી, આરતી
અનેકાનેક તારા નામ, હું ધારતી
ઓવારણા લઈને ઉતારુ, આરતી …..

ચંદનના કાષ્ટ કેરુ પારણું ઘડાવું
ફૂલોની વેલ કેરુ દોરડું ગુંથાવુ
ફૂલો કેરી સેજે હીંચકો હિંચાવું
ફૂલોની ફોરમનો વીંઝણો વીંઝાવું ….

6.2.22

આભાર

13-02-2022

આભાર દીપ્તિબેન, ખ્યાતિબેન, છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

Khyati Jani

09-02-2022

ખૂબ સરસ

Dipti Vachhrajani

07-02-2022

હાલરડાં યુગો સુધી અમર રહેવાનાં. એ જન્મને વધાવે છે. વહાલ,લય સંસ્કાર અને સંગીતનું સીધેસીધું transformation. આનાથી વધુ હાથવગું અને સબળ શું હોઈ શકે?

છબીલભાઈ ત્રિવેદી

06-02-2022

આજના કાવ્યવિશ્ર્વ મા હાલરડુ ખુબજ ગમ્યું હાલરડુ તો માતા દ્નારા ગવાયેલું પ્રથમ કાવ્ય છે અને ખુબજ પ્રસિદ્ધ હાલરડા આપણી ગુજરાતી ભાષા મા અમર છે

2 thoughts on “હાલરડું – સૂઈ જા રે તું સૂઈ જા”

  1. હાલરડાં બાળકનું સંસ્કાર સિંચનનું માધ્યમ છે.
    સૌને ઉપલબ્ધ કરાવવા બદલ લતાબહેનનો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *