દેવેન્દ્ર ધમલ ~ પરખી લેજો
પરખી લેજો ~ દેવેન્દ્ર ધમલ
આંખો અંદર ઝિલ-મિલ,ઝિલ- મિલ જેવું છે એ પરખી લેજો.
દિલની અંદર રેશમ-રેશમ જેવું છે એ અડકી લેજો.
મનની અંદર બે’ક વિચારો માણસ-માણસ રમતા’તા,
બારે જઇ એ ક્યાં સંતાયા,દેખાયે તો પકડી લેજો.
હોઠ ઉપર અટકેલા શબ્દો, પાછું વાળી કહેવા લાગ્યા,
જો જો પાછા આવીશું નૈ, જે પણ બોલો સમજી લેજો.
એક હૃદયને મળવા માટે, આંખે હા પાડી એ શરતે,
સાગર માફક દિલની અંદર, હળવે-હળવે ધરબી લેજો.
મનમાં કાયમ સારા-સારા ભાવો જાગે એવું ક્યાં છે?
ત્યારે ત્યારે મનને મારી, હોળી માફક સળગી લેજો.
જીવતરમાં પ્રેમીજન થઈને, વરસવાનું જો થાયે તો,
જેમ ‘ધમલ’ આ વાદળ વરસે, મન મૂકીને વરસી લેજો.
~ દેવેન્દ્ર ધમલ
મત્લાનો શેર ગમ્યો અને પછી વિચારોની સાથે સાથે રજૂઆત પણ ગમી. મનમાં સારા-નરસા બધા જ ભાવો જાગે ત્યારે ‘સળગી લેજો’ ! અચ્છા હૈ
OP 16.3.22
*****
છબીલભાઇ ત્રિવેદી
16-03-2022
આજનુ દેવેન્દ્ર ધમલ નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર સરસ ખુબ ખુબ અભિનંદન
સાજ મેવાડા
16-03-2022
સરસ ગઝલ છે, ગમી.
પ્રતિભાવો