લતા હિરાણી ~ ઘરનું  રિનોવેશન * Lata Hirani

ઘરનું  રિનોવેશન ~ લતા હિરાણી

ઘરનું  રિનોવેશન થયું.  

બધું જ બદલાયું,

પલંગ, સોફા, ટીપોય, ટેબલ, ખુરશી

તપેલીથી ટાઇલ્સ સુધી

એક પછી એક

બદલાયું, બદલાતું રહ્યું.

જૂનું તો ભંગારમાં જ….

કશુંક કશુંક ઉપજયું પણ ખરું !

યાદો, જે એમાં ચોંટી રહી તી

ન જ ઉખડી !

એની સાથે રહ્યો જીવ….. .

નજર, અવાજો, આંસુ 

આમતેમ ફંગોળાયાં

કોશિષ કરી પણ

ન જ બદલાયા.

હવે હું સ્થિર, શાંત

મારા સાવ જૂના મનને લઈને.

લતા હિરાણી

OP 15.5.22

ડૉ. સિલાસ પટેલિયા

22-05-2022

“ઘરનું રીનોવેશન” વાંચ્યું.. માણ્યું. જેમાં હૈયું રસાયેલું હોય છે, એ કદીય સ્મૃતિશેષ ક્યાં થતું હોય છે! અંતરના અતિ ઊંડા અંતરાલમાં એ ધબકતું રહેતું હોય છે. આ બાબતને ખૂબ સુંદર રીતે આ કાવ્યમાં પ્રગટ કરી છે. લઘુ રચના, પણ ખૂબ માર્મિક. આપને. અભિનંદન.
ડૉ. સિલાસ પટેલિયા. વડોદરા.

આભાર

21-05-2022

આભાર વિવેકભાઈ, છબીલભાઈ, મેવાડાજી, પરેશભાઈ, K Oza, રક્ષાબેન, યશોધરભાઈ, મિત્ર રાઠોડ, યામિની, રીંકું, કાશ્મીરાબેન, હર્ષાબેન, હરેશભાઈ, ગિરિમાબેન, પ્રકાશભાઈ અને લતાબેન નાણાવટી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

વિવેક મનહર ટેલર

16-05-2022

સ-રસ રચના!

સાજ મેવાડા

16-05-2022

વાહ, આદરણીય લતાજી. આ અનુભવ કદાચ બધાનો હશે, મારો તો છે જ.

પરેશ પટેલ

15-05-2022

પન્ના નાયકની કવિતામાં જે એકલતાની વાત છે તેવી જ કવિતા.

K Oza

15-05-2022

ખાલીપા ની વેદના સભર એકલતા ને
શબદો માં મઢી ને તમે જોરદાર અનુભૂતિ આપી છે

રક્ષાબેન કાચા

15-05-2022

આબેહૂબ ભાવનાત્મક સંવેદનાઓ આલેખી જાણી છે.અભિનંદન લતાબહેન.

યશોધર રાવલ

15-05-2022

‘ખાલીપો’ સરસ ચિતરાયો છે…!

મિત્ર રાઠોડ

15-05-2022

વાહ

યામિની વ્યાસ

15-05-2022

વાહ ખૂબ સરસ.

રીંકું રાઠોડ

15-05-2022

અદ્ભૂત

કાશ્મીરા ભટ્ટ

15-05-2022

એકલતા ની વાત હ્રદયસ્પર્શી છે

હર્ષા પરીખ

15-05-2022

વાહ રે કેટલી સુંદર અભિવ્યક્તિ..

હરેશ વિંઝુડા

15-05-2022

વાહ…
અમે એકમેકની હૂંફે…
ખૂબ સરસ

ગિરિમા ઘારેખાન

15-05-2022

So touchy! ખૂબ ગમી.

લતા નાણાવટી

15-05-2022

વાહ… પથરાતું ખાલીપણું અને એકલતા કયા ખાનામાં ગોઠવવી?….

પ્રકાશ કુબાવત

15-05-2022

અદ્ભૂત

છબીલભાઈ ત્રિવેદી

15-05-2022

આજનુ આપનુ કાવ્ય ઘર નુ રીનોવેશન ખુબ સરસ રિનોવેશન મન હ્રદય યાદો નુ નથી થઈ શકતુ ખુબ સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: