ચંદ્રકાંત શેઠ ~ ખાલી કૂવે Chandrakant Sheth

ખાલી કૂવે કોશ ચલાવી ~ ચંદ્રકાંત શેઠ

ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રે

અરે! અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે

ખેતર મોટાં, ખેડ ઘણેરી, બીજ ઊંચેરાં વાવ્યાં રે,

ગગન થકી નહીં અમરત ઊતર્યાં, ઊગતાંમાં મુરઝાયાં  રે,

ખાલી હાથે અમે જ અમને અદકા ભારે લાગ્યા રે

મનના મારગ ખૂંદતાં ખૂંદતાં બોર રૂપાળાં મળિયાં રે,

જયારે ચાખ્યાં ત્યારે જાણ્યું નકરા એમાં ઠળિયા રે,

ખાલીપામાં ખોવાયાં જળ ઊંડે અમને વાગ્યાં રે.

~ ચંદ્રકાંત શેઠ

ખૂબ ગમતા કવિ ચંદ્રકાન્ત શેઠનું ખૂબ ગમતું ગીત. કહે છે કે કવિતા, સંગીતમાં રસ લેનારી વ્યક્તિ પોતાની નવરાશ શણગારે છે. મેં પણ મારી નવરાશ શણગારી છે. આ ગીતમાં અભિવ્યક્ત અનુભૂતિ દરેકને ક્યારેક થઇ જ હશે. દરેકને પોતે અંદરથી ખાલી છે તેવો અહેસાસ થતો જ હશે. કવિવર ટાગોરના  કાવ્યની એક પંક્તિ છે-

The song that I came to sing remains unsung to this day. ~ અમર ભટ્ટ

OP 27.6.22

***

વંદના પંડયા * 28-06-2022 * લતાબેન, ખૂબ સુંદર સ્વરાંકન અમરભાઈ દ્વારા.આપના ખૂબ ખૂબ આભાર 🙏

પરબતકુમાર નાયી * 27-06-2022 * વાહ, ખાલી કૂવે કોશ ચલાવી….. આહા, ગીત અને સ્વરાંકન બંને અદભુત
આભાર લતાબેન આ રચના માટે ખાસ

સાજ મેવાડા * 27-06-2022 * વાહ, સુંદર ગીત અને ગાયન.

છબીલભાઈ ત્રિવેદી * 27-06-2022 * ખુબ સરસ કાવ્ય ખુબ સરસ શબ્દરચના અેવોજ અમરભટ્ટ નો અવાજ આભાર લતાબેન

Dipak Valera * 27-06-2022 * ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: