અમર પાલનપુરી ~ પવન ફરકે તો * Amar Palanpuri

પવન ફરકે તો ~ અમર પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે. 

~ ’અમર’ પાલનપુરી

ગઝલની પ્રથમ પંક્તિ જ આપણને હળવેથી ઊંચકીને એક ઊંડી પ્રશાંત નિંદ્રામાં સૂતેલી વ્યક્તિ પાસે લઈ જાય છે. કોમળ મનના કવિ પાસેથી આ જ અપેક્ષિત હોય ! અને બીજા શેરમાં ‘જીવનના ભેદને પામી…..’ કહી કવિ આ નમણી વાતને ચિંતનના ઊંડાણમાં સહજ રીતે મૂકી આપે છે. આખીયે ગઝલ આમ જ સહજ, સરળ અને સ્પર્શી જાય એવી બાનીમાં વહે છે. પોતાના મૃત્યુની કલ્પના કરીને આટલી નજાકતથી આલેખતા કવિના આ સંવેદનને સલામ!

OP 1.9.22

રન્નાદે શાહ

04-09-2022

વાહ..હ…
લતાબેન, “કાવ્ય વિશ્વ”માટેની તમારી સજ્જતા ને મહેનત પર વારી જાઉં…મઝા પડે છે…હાર્દિક અભિનંદન

આભાર

04-09-2022

આભાર છબીલભાઈ, મીનાબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ સૌ મિત્રોનો આભાર.

Meena Jagdish

03-09-2022

જીવનનું સ્વપ્ન, ભેદ, બંધન અને થાક…બધું સમેટીને કવિએ પોતાની ચિરનિદ્રાને બહુ જ સરસ શબ્દોથી શણગારી છે…🙏🏻🙏🏻🙏🏻

સાજ મેવાડા

01-09-2022

સાદંત સુંદર ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: