રન્નાદે શાહ ~ આંગળીના ટેરવે

આંગળીના ટેરવે ~ રન્નાદે શાહ

આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ?

સ્પર્શ ભીનાં ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું. 

છીપ પણ અકબંધ રાખી, સાચવો શમણું હજી

ખોલશો ના, તોડશો ના, ટળવળે જળનું ટીપું. 

આંખની બારી ઉઘાડી કોણ આ ઊડી ગયું ?

ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ?

ડાળથી છુટ્ટા પડેલા પાંદડાઓ ક્યાં ગયા ?

પીલચટ્ટી ધૂળમાં આ ટળવળે જળનું ટીપું. 

સાવ સૂના ઓરડાને સાચવી ઘર ઊંઘતું

આંગણે આકાશ ઊભું, નેવલે જળનું ટીપું. 

રન્નાદે શાહ

આંખના ઝળહળતા આંસુની કથા. આંગળીના ટેરવાની ભીનાશમાં સ્પર્શની કુમાશ સમાવતા આંસુઓની કથા. આંખની છીપમાં સંતાયેલા મોતી જેવા શમણાને સીંચતા આંસુઓની કથા ! આ શમણું તોડાય ના… પીળચટ્ટી ધૂળમાં આ ટીપાં રગદોળાય ના…. વાહ કવિ !     

OP 2.9.22

આભાર

04-09-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ સૌ મિત્રોનો આભાર.

Saaj Mevada

02-09-2022

Wah, v nice

છબીલભાઈ ત્રિવેદી

02-09-2022

ખુબ સરસ રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: