ધાર્મિક કોટક ‘ગોપાલ’ ~ નામ રણનું

નામ રણનું ભલે નદી રાખો

નહિ છીપાવે તરસ, લખી રાખો.

જાતને આયનો બનાવીને

જાતની સામે બે ઘડી રાખો.

આંસુઓ શાયરીને આપી દ્યો

આંખમાં ફક્ત શાયરી રાખો.

એની મરજી એ આવે ના આવે

આપણે બોર તો વીણી રાખો.

~ ધાર્મિક કોટક ‘ગોપાલ’

આવી ગઝલ વાંચવા મળે અને એને ઉવેખી શકાય નહીં. કેટલું ઊંડાણ!  ટૂંકી બહેરમાં લાં..બો કૂદકો! માત્ર ચાર શેરમાં કવિએ ગઝલના ચીર પૂર્યાં છે. પ્રથમ શેરમાં ‘લખી રાખો’ વાંચીને કવિના અવાજનાં સાચા રણકારની પ્રતીતિ થાય છે, તો ત્રીજા શેરમાં ‘વાહ’ કહ્યા વગર ન જ રહી શકાય! તો છેલ્લો શેર પણ જેટલો સુંદર લાગે છે એટલો જ સહજ અનુભવાય છે. 

OP 27.9.22

*****

Ashok

28-09-2022

બહુ સરસ.

Avval Sadikot

28-09-2022

વાહ..ટૂંકી બહેર ની ટૂંકી ગઝલ પણ ખુબ ધારદાર..અસરદાર..

આભાર

26-09-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ, કીર્તિચંદ્રજી, વિવેકભાઈ, નરેન્દ્રસિંહજી, સંજયભાઇ

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર

Sanjay Luhar

26-09-2022

ખૂબ સરસ ગઝલ 💐

નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’

26-09-2022

સાદ્યંત સુંદર ગઝલ

છબીલભાઈ ત્રિવેદી

26-09-2022

આપણે તો બોર વીણી રાખો ખરેખર અદભુત શબરી જેટલો વિશ્ર્વાસ અને ધીરજ વાહ ખુબ મજા આવી આભાર લતાબેન

સાજ મેવાડા

26-09-2022

મિત્ર કવિ ગોપાલની આ ગઝલ ખરેખર કાબિલે દાદ છે.Kirtichandra Shah

26-09-2022

આપણે તો બોર વીણી રાખો : વાહ ખૂબ સુંદર ધન્યવાદ

Vivek Tailor

26-09-2022

સાચે જ સુંદર ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: