વિપાશા ~ હું આજે * Vipasha

હું આજે ઉદાસ છું.
હું કાલે ઉદાસ નહીં હોઉં.
પણ આજ તો કાલ નથી.
આજે મારું મન ઉદાસ છે.
જાણે કોઈએ દરિયાનાં મોજાં આડે
પથ્થરોની લાઇન મૂકી

એને રોક્યાં હોય.
આ વાંચી તમે ઉદાસ નહીં થઈ જતા.
પણ હું આજે
દરિયાના મોજાંની જેમ ઉદાસ છું.

~ વિપાશા

5 Responses

  1. વાહ, ઉદાસી. સૌ કોઈ અનુભવ કરે છે. સરસ અભિવ્યક્તિ.

  2. ઉમેશ જોષી says:

    ઉદાસી વીંટળાઈ છે ત્યારની અનુભૂતિ કરાવે છે.

  3. Kirtichandra Shah says:

    સરસ રચના

  4. Minal Oza says:

    ઉદાસીનાં કાંઈ નેઠા નહીં. ગમે ત્યારે આવે ને જાય.
    સરસ રચના.

Leave a Reply to Minal Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: