વિપાશા ~ હું આજે

હું આજે ઉદાસ છું.
હું કાલે ઉદાસ નહીં હોઉં.
પણ આજ તો કાલ નથી.
આજે મારું મન ઉદાસ છે.
જાણે કોઈએ દરિયાનાં મોજાં આડે
પથ્થરોની લાઇન મૂકી

એને રોક્યાં હોય.
આ વાંચી તમે ઉદાસ નહીં થઈ જતા.
પણ હું આજે
દરિયાના મોજાંની જેમ ઉદાસ છું.

~ વિપાશા

5 thoughts on “વિપાશા ~ હું આજે”

  1. ઉમેશ જોષી

    ઉદાસી વીંટળાઈ છે ત્યારની અનુભૂતિ કરાવે છે.

  2. ઉદાસીનાં કાંઈ નેઠા નહીં. ગમે ત્યારે આવે ને જાય.
    સરસ રચના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *