આશા ગોસ્વામી ~ ઈશ્વર, તમે કહો તો * Aasha Goswami

તમે કહો તો

ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને

~ આશા ગોસ્વામી

પ્રેમ પામવાની અતિ ઉત્કટ અભિવ્યક્તિ… સ્ત્રી પુરુષ પાસેથી પ્રેમ પામવા માટે બધું સમર્પી દે છે અને પુરુષ મોટે ભાગે એનો જુદો અર્થ કાઢે છે ! એ સ્ત્રીના જીવનની સૌથી મોટી પીડા!

@@

4 Responses

  1. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.

  2. વાહ ખુબ સરસ અભિવ્યક્તિ

  3. ખૂબ સરસ કવિતા – આશા ગોસ્વામીને અભિનંદન – –

  4. ઉમેશ જોષી says:

    વાહ કવિ..

Leave a Reply to 'સાજ' મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: