પન્ના ત્રિવેદી ~ ઉત્તરાયણ * Panna Trivedi

ઉત્તરાયણ

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ
પતંગના ભાગ પાડતી માએ
ગુલ્લા, સિતારાવાળી રંગબેરંગી પતંગોનો
ઢગલો કરતાં કહેલું : ‘લે, આ તારો ભાગ’

આજે સમજાય છે મા
તેં
સદીઓ જૂના બંધિયાર રસોડામાં
એક કિશોરીના હાથમાંથી
ચીકીનો ગોળ લઈ લઈ
જીવન આખુંય ભરી દીધું
ગોળની મીઠાશથી

આજે સમજાય છે મા
ત્યારે
તેં
પતંગ નહોતી આપી કેવળ
આપ્યું આખુંય આકાશ

ને દોરી?
દોરી જ ક્યાં હતી
એ તો હતી પાંખ!

~ પન્ના ત્રિવેદી

પતંગ અને દોરીના દોરે સ્ત્રીજીવનનું અદભૂત દર્શન ! અને આ છે આધુનિક યુગની સ્ત્રી !

8 Responses

  1. Anonymous says:

    વાહ, સરસ. પન્નાબેન મજાનું ગીત

  2. વાહ ખુબ સરસ ગીત ખુબ ગમ્યુ

  3. હરીશ દાસાણી says:

    પ્રતીકાત્મક લઘુકાવ્ય સુંદર છે.

  4. Minal Oza says:

    નારી સંવેદનાની અનુભૂતિ કરાવતી સરસ રચના. અભિનંદન.

  5. વાહ, મા જ એક સ્ત્રી તરીકે દિકરી ને ઉડવા આકાશ આપે, સરસ અભિવ્યક્તિ.

  6. Anonymous says:

    પ્રતિભાવ પાઠવનારા સહુ મિત્રોનો હૃદયથી આભાર💐

  7. પન્ના ત્રિવેદી says:

    પ્રતિભાવ પાઠવનારા સહુ મિત્રોનો હૃદયથી આભાર💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: