હું
ડાબી બાજુ ઇચ્છા
જમણી બાજુ ઇશ્વર
વચ્ચે ઊભો હું.
ઇચ્છા એક બને અનંત.
રમતો રહું તેની સાથે
જોતો રહે સમય.
પછી જ્યારે
ન રહે સમય.
અને થાકી ગયેલો હું
શોધું જગ્યા-
વિશ્રામ માટે.
ત્યારે ન દેખાય પૃથ્વી.
અને અંધકારમય આકાશમાંથી
પડતો હોઉં ત્યારે
જોઉઁ છું હું
મને ઝીલવા
ઇશ્વરે ફેલાવેલાં વિશાળ બાહુ…..
~ હરીશ દાસાણી
ઇચ્છાઓના જન્મથી ઈશ્વરના હાથમાં સોંપાઇ જવું ! – સંપૂર્ણ જીવનદર્શન કવિએ વણી લીધું છે.

લતાબેનના ત્રણ વાકયોના અર્થસમૃદ્ધ પ્રતિસાદ માટે આભાર.
આનંદ આનંદ હરીશભાઈ
ઈશ્વરની કૃપાનો અહેસાસ કરાવતું કાવ્ય સરસ છે.
સરસ અછાંદસ કાવ્ય.