કૈલાસ પંડિત ~ એક પડછયો & ઘડીમાં રિસાવું * Kailas Pandit

અને –

એક પડછયો  અને –
વહેમ પણ કેવો અને –

આંખથી મોતી ઝર્યા ,
ખ્વાબમાં દરિયો અને –

મેં કહ્યું સોનું  હતું ,
એ કરે તડકો અને –

કેટલા વરસો થયાં,
એજ છે રસ્તો અને –

યાદ છે એના વિશે,
એ બધી ખુશ્બો અને –

~ કૈલાસ પંડિત

ખરાં છો તમે

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ?  ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

~ કૈલાસ પંડિત

2 Responses

  1. ઉમેશ જોષી says:

    “અને”
    “ખરા છો તમે”
    બન્ને ગઝલ સંવેદનશીલ.

  2. બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: