જ્યોતીન્દ્ર દવે ~ મજહબ મયદાન * Jyotindra Dave

બોલ તું સંજય

મજહબ મયદાન ક્રુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!

નિહાળી ચશ્મથી લશ્કર, કંઇ દુશ્મનનું દુર્યોધન
જઇ ઉસ્તાદ પાસે લફ્ઝ કહ્યા તે સુણ દોસ્તેમન!

બિરાદર દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.

ન ઉમ્મિદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન!

ધરી ઊમ્મિદ જે ખાતિર જિગરના પાદશાહતની.
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાન દૌલતને.

લથડતા જો કદમ મારા, બદન માંહી ન તાકત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!

~ જ્યોતીન્દ્ર દવે 21.10.1901 – 11.9.1980

હાસ્ય લેખો માટે પ્રસિદ્ધ એવા જ્યોતીન્દ્ર દવેએ થોડી કવિતાઓ પણ લખેલી છે!! આજે એમનો જન્મદિવસ. સ્મૃતિવંદના.

1 Response

  1. ગઝલ જેવા લગાગાગા આવર્તનો માં લખાયેલ કાવ્ય છે, ખૂબ જ અર્જુનની અવઢવ રજૂ થઈ છે. ફારસી ઉર્દૂ શબ્દોનો સરસ ઉપયોગ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: