अश्विनी पंकज ~ खड़ा हूं  ગુજરાતી અનુ. રમણીક અગ્રાવત * Ashwini Pankaj * Ramnik Agrawat

खड़ा हूं ~ अश्विनी पंकज

आओ

यहीं खड़ा हूं

इस कटे हुए पेड़

और लुटी हुई धरती के साथ

आओ कपड़े पहने नंगों

मुझ सभ्य को असभ्य

बनाने के लिए आओ

आओ

यहीं खड़ा हूं

सूखे हुए समुद्र के साथ

लहूलुहान पहाड़ों के संग

आओ दधिचि की हड्डियां लेकर

मुझ बूढ़े का संहार करो

आओ

यहीं खड़ा हूं

परकटी तितलियों के साथ नाचता

घायल कबूतरों के साथ गुनगुनाता

आओ राष्ट्रभक्तों आओ

हमारी छाती पर अपना झंडा गाड़ो

~ अश्विनी पंकज

આવો

આવો

ઊભો છું અહીં

છેદાયેલાં વૃક્ષો

અને લૂંટાયેલી

ભૂમિ સાથે.

આવો, વસ્ત્રો પહેરેલા નાગાઓ

મને સભ્યને અસભ્ય

બનાવવા માટે આવો.

આવો

ઊભો છું અહીં

મૃત સમુદ્ર સાથે

ઘવાયેલા પહાડો સાથે

આવો દધીચિનાં હાડ લઈને

આ વૃદ્ધનો કરો સંહાર.

આવો

ઊભો છું અહીં

પાંખો વિનાનાં પતંગિયાંઓ સાથે નાચતો

ઘાયલ કબૂતરો સાથે ગુંજારવ કરતો

અમારી છાતીમાં ધરબો તમારા ઝંડા.

~ હિંદીમાંથી અનુવાદ: રમણીક અગ્રાવત

2 Responses

  1. ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ અનુવાદ અભિનંદન

  2. 'સાજ' મેવાડા says:

    સંવેદન દર્દ એક વૃદ્ધનું હોઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: