રમણભાઈ બી. પટેલ ~  સૂરજના સાત અશ્વો

વિસ્તાર થઈ જવાનો


સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે
ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો.

અંધારમાં દિશાઓ ફંફોસતી હવાનો
આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો.

જંગલની કેડીઓને આ શી ૨મત સૂઝી છે?
વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો.

વેળા વહી જશે તો શું થશે સમયનું?
ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો.

~ રમણભાઈ બી. પટેલ 19.8.1925 – 19.9.2001

કાવ્યસંગ્રહ ‘પ્રતીતિ’. છંદોબદ્ધ કાવ્યો સાથે ગીતો અને કાવ્યાનુવાદો પણ કર્યા છે.

કવિને જન્મદિને સ્મૃતિવંદના


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *