સુરેન ઠાકર ‘મેહુલ’ ~ વાહ રે મનવાજી * સ્વર : Suresh Joshi * Suren Thakar

વાહ રે મનવાજી તારું અલકચલાણું
પહોર થયો ને ત્યાંથી દોટયું રે દીધી અમે
કરમે કૈં જુદું ચિતરાણું મનવાજી મોરા
વાહ રે મનવાજી તારું અલકચલાણું…..  

વેળા રે વસૂકી વળી વ્હેણના ઉછાળા થંભ્યા, થંભી રે મનખાની મોજું  
પડતલ ના હોય એવા હલકારા સમજો શાણા, એમાંયે જુગત જેવું શોધું
કોને કોને હું પરમાણુ મનવાજી મોરા
વાહ રે મનવાજી તારું અલકચલાણું…

પંડયના જો હોય ઈને પૂછી તો લઈએ, હું તો ઉછીનું આયખું રગદોળું
અમથા અણસારાને ભોંયમાં ભંડાર્યા તોયે, હાથની રેખાયું હું તો ચોળું  
ઘમ્મરવલોણું મંડાણું મનવાજી મોરા
વાહ રે મનવાજી તારું અલકચલાણું…

ડૂંખ વાગી રે મુને લીલી બપ્પોરની ને તે હું તો ઓળઘોળ થાઉં
આંખે અણોસરા આ લીલેરા ટહૂકાના, ક્યાંયે પડછંદા ના ભાળું
પ્રીતવછોયું મારું ગાણું મનવાજી મોરા
વાહ રે મનવાજી તારું અલકચલાણું…

   ~ સુરેન ઠાકર ‘મેહુલ’  

કવિના જન્મદિને સ્મૃતિવંદના.

કાવ્ય : સુરેન ઠાકર ‘મેહુલ’ સ્વર અને સ્વરાંકન ~ સુરેશ જોશી આલ્બમ : શબ્દ સૂરની પાંખે

8 Responses

 1. સરસ કાવ્ય ખુબ સરસ

 2. 'સાજ' મેવાડા says:

  વાહ, સરસ ગીત. કવિ શ્રી ને સ્મૃતિ વંદન.

 3. ઉમેશ જોષી says:

  કવિ શ્રી ને સ્મરણ વંદના.

 4. Minal Oza says:

  ગીત ને સ્વરાંકન બંને સરસ. અભિનંદન.

 5. Tanu patel says:

  મનવાજી તારું અલકચલાણું,, સરસ ગીત
  કવિને સ્મૃતિ વંદના…..

 6. Bharati gada says:

  વાહ ખૂબ સરસ મજાના ગીતનું ખૂબ સરસ સ્વરાંકન 👌

 7. મસ્ત મજાની રચના….

 8. માધવી ભટ્ટ says:

  વાહ..વાહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: