ઉમાશંકર જોશી ~ ગોરી : સ્વર : દીપાલી સોમૈયા સૌમિલ મુનશી * Umashankar Joshi * Dipali Somaiya * Saumil Munshi

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

~ ઉમાશંકર જોશી

કાવ્ય : ઉમાશંકર જોશી સ્વર : દીપાલી સોમૈયા, સૌમિલ મુનશી સૌજન્ય : હસ્તાક્ષર આલ્બમ

2 Responses

  1. Varij Luhar says:

    કવિશ્રી ઉમાશંકર જોશી ની જન્મ જયંતિએ કોટિ કોટિ વંદન

  2. કવિ શ્રી ની ચેતના ને વંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: