પ્રિયકાન્ત મણિયાર ~ શ્રાવણની સાંજનો તડકો * Priyakant Maniyar

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
શ્રાવણની સાંજનો…..

આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં…
શ્રાવણની સાંજનો……

~ પ્રિયકાન્ત મણિયાર

2 Responses

  1. સરસ રચના ખુબ ગમી અભિનંદન

  2. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સુંદર ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: