પ્રિયકાન્ત મણિયાર ~ વરસી ગયા રે * Priyakant Maniyar

વરસી ગયા રે વાદળમાં વનમાળી;
કહીં હવે પણ ઉરને, નભને ભરતી સૂરત કાળી ?

જેઠ લગી તો જલી રહી’તી, કશું ય ન્હોતું ક્હેણ,
અચિંત્ય આવ્યા, નવ નિરખ્યા મેં ભરીભરીને નેણ;
રોમરોમ પર વરસી જઈને બિંદુબિંદુએ બાળી.

તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી કૂપ,
જલધારામાં વહી ગયું એ ઉરને ગમતું રૂપ;
શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું ન્યાળી.  

~ પ્રિયકાન્ત મણિયાર

1 Response

  1. સરસ વર્ષા ગીત ખુબ ગમ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: