ભગવતીકુમાર શર્મા ~ અમે ચંદનનું વૃક્ષ સ્વર : Aradhna Shodhan * Bhagavatikumar Sharma
અમે ચંદનનું વૃક્ષ ચિરાઈ ચાલ્યા
છીએ લાગણીવશ તે લીરાઈ ચાલ્યા…
રહીશું અમે ટેરવાંની અડોઅડ
હથેળીમાં તારી લકીરાઈ ચાલ્યા
અમે મહેતા નરસિંહની કરતાલ છૈયે
અને મંજીરાં થઈને મીરાંઇ ચાલ્યા….
પડી જળના ચરણોમાં કાંઠાની બેડી
છીએ આત્મા પણ શરીરાઈ ચાલ્યા.
અમે ચંદનનું વૃક્ષ ચિરાઈ ચાલ્યા
લીરાઈ ચાલ્યા, લકીરાઈ ચાલ્યા, મીરાઇ ચાલ્યા, શરીરાઈ ચાલ્યા…..
~ ભગવતીકુમાર શર્મા
કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : આરાધના શોધન સ્વરાંકન : નમ્રતા શોધન
સરસ કાવ્ય સુંદર અવાજ ખુબ ખુબ અભિનંદન
Vaah…
ખૂબ સરસ નઝમ. કવિને સમૃતિ વંદન.