સલામ, ખલીલ ધનતેજવી સા’બ * Khalil Dhantejavi

*એક લેખક કહે છે, “જાસાચિઠ્ઠી સિવાયનું બધું જ મેં  લખ્યું  છે.” અને આ વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી.

* અમિતાભ બચ્ચન અને જયાનું લગ્ન થયું તેમાં માત્ર બે જ પત્રકારો હાજર હતા,એ પૈકીના તેઓ એક હતા.

* રાજેશ ખન્ના અને ડિમ્પલનાં લગ્નમાં ખાસ નિમંત્રણથી જનારા અને તેનું વિગતવાર રિપોર્ટિંગ કરનારા તથા મુમતાઝના લગ્નમાં પણ હાજર રહીને રિપોર્ટિંગ કરનારા ફિલ્મિ પત્રકાર હતા તેઓ.

* ખેતી સાથે જોડાયેલાં વાવણીથી માંડીને ફસલ લણવા કે વાઢવા સુધીનાં દરેક કામમાં પારંગત અને ફૈડકો હાંકીને સીધા ચાસ કાઢવામાં તેમની માસ્ટરી હતી. તેમના પાડેલા ચાસ રેલવેના પાટાની જેવા સીધા રહેતા.

* નદીમાં પૂર આવે ત્યારે બીજા બધા મજૂરો અને ખેડૂતો બાજુના ગામમાં રાતવાસો કરે, પરંતુ બળદનું પૂછડું પકડીને ધસમસતા નદીના પૂરમાં ઝંપલાવીને પોતાના ગામે આવી જાય એ આપણા કવિ !

* ડમણિયા(બળદગાડા) હાંકનારાઓમાં આગળ નીકળી જવાની હરિફાઈમાં દસ વર્ષ સુધી સતત વિજેતા બનીને સવા રૂપિયો રોકડો અને એક શ્રીફળનું ઇનામ જીતનારા અને આ ઈનામરૂપે મળતા શ્રીફળ અને સવા રૂપિયા સામે ઓસ્કાર એવોર્ડ પણ તુચ્છ ગણનારા –એ આપણા કવિ !

* એમને જ્યારે પહેલી પંક્તિ સૂઝી ત્યારે તેમના હાથમાં કલમ નહોતી, દાતરડું હતું.

* એમણે નવલકથાઓ લખી છે, નાટકો લખ્યાં છે, જીવનકથા લખી છે, ફિલ્મી સામયિક માટે મુંબઈમાં રિપોર્ટિંગ પણ કર્યું છે. ફિલ્મો લખી પણ ખરી અને તેનું દિગ્દર્શન પણ કર્યું છે.

* માત્ર ચાર ચોપડી ભણેલા આ સર્જક ઉપર ઘણા વિદ્યાર્થીઓએ પીએચડી અને એમફીલ પણ કર્યું છે.

– હવે આ સર્જક્નું નામ આપવાની જરૂર છે?

(સંદર્ભ : પોઝિટિવ મીડિયા અને Ramesh Tanna)

OP 7.4.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: