અમર પાલનપુરી ~ તમારી આંખડી કાજલ તણો

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

અમરનું મોત ચાહનારા લઇ લો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

~ અમર પાલનપુરી

2 thoughts on “અમર પાલનપુરી ~ તમારી આંખડી કાજલ તણો”

  1. Kirtichandra Shah

    બતાવો એને મારી કબર જે જિંદગીનો સાર માગે છે વાહ વાહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *