અમર પાલનપુરી ~ માંગે છે Amar Palanpuri
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે
બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે
છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે
અમરનું મોત ચાહનારા લઇ લો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે
~ અમર પાલનપુરી
પ્રતિભાવો