મણિલાલ નભુભાઈ દ્વિવેદી – કહીં લાખો

અમર આશા કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે. ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,હજારો રાત વાતોમાં ગુમાવી...