પન્નાલાલ પટેલ ~ કવિતા * Pannalal Patel

ભૂલ્યા ભૂલાશે મહિયર માળખાં,
ભૂલી જાશું મોસાળે વાટ;
ૠણ ભૂલીશું ધરતી માતાનાં,
ભૂલી જશું પોતાની જાત;
(વળી) ભૂલી જવાશે કો’ અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
(પણ) નહીં રે ભુલાય એક આટલું,
કોક દન કરી’તી પ્રીત.

~ પન્નાલાલ પટેલ

પન્નાલાલ પટેલ અતિ વિખ્યાત વાર્તાકાર. એમણે કવિતા પણ લખી છે એ જાણ્યું ત્યારની એ શોધવાની ઈચ્છા હતી. આજે એમનો જન્મદિન અને કશ્યપ મહેતાના સંકલન ‘ગુજરાતી કવિતા ડોટ કોમ’માંથી મળી. આભાર કશ્યપભાઈ.

અગત્યની વાત એ છે કે દેશ-વિદેશના મોટાભાગના વાર્તાકારો, લેખકોએ શરૂઆતમાં કવિતા લખવાનો રાહ પકડ્યો હોય છે પરંતુ પછીથી એમને પોતાના માટે વાર્તા યોગ્ય જણાતાં એ તરફ વળી ગયા હોય!

જન્મદિને સ્મૃતિવંદના આ મહાન વાર્તાકારને !

4 Responses

  1. 'સાજ' મેવાડા says:

    વાહ, કવિ/સાહિત્યકાર પન્નાલાલ ને સ્મૃતિ વંદન.

  2. સરસ મજાની રચના કવિ શ્રી ને જન્મદિવસ ની વધાઈ ખુબ ખુબ અભિનંદન

  3. શ્વેતા તલાટી says:

    ખૂબ સરસ સ્મૃતિ વંદન

  4. Anonymous says:

    કવિયિત્રી શ્રી મિનાક્ષી ચંદારાણાની ગઝલ ખૂબ ગમી.શ્રી પન્નાલાલ પટેલની કવિતા અને એ વિશેની આપની સંક્ષિપ્ત ટીપ્પણ પણ ગમી ! હાર્દિક અભિનંદન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: