હસમુખ પાઠક ~ મા * Hasmukh Pathak

એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !

આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.

જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !

તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.

માના શબ્દથી
ઠાકોરજી મા થયા.

~ હસમુખ પાઠક

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    મા અને ઠાકોરજીનું મનહર સાયુજ્ય

  2. ઉમેશ જોષી says:

    વાહ મા અને ઠાકોરજીનો સમન્વય.

  3. વાહ માં નુ સર્જન જ ઈશ્ર્વર બધે પહોંચી શકતો નથી અેટલે જ થયુ છે માંતે માં પ્રણામ

  4. Kavyavishva says:

    સૌ પ્રતિભાવકો અને મુલાકાતીઓનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: