યામિની વ્યાસ ~ બધાં ઘરની અંદર * Yamini Vyas

બધાં ઘરની અંદર ગરકતાં થયાં છે
નદીનાળાં,વાદળ ચળકતાં થયાં છે

નગરનાં મકાનો બન્યાં કેદખાનાં
પશુ પંખી મનમાં મરક્તાં થયાં છે

ખુશાલી હતી, લોકટોળાં હતાં ત્યાં
ઉદાસીનાં તાળાં લટકતાં થયાં છે

દહેશત છે કેવી! અહીં વિશ્વભરમાં
કશે પણ અડકતાં ફડકતાં થયાં છે

હવે ઝેર સૂનકારનું કેમ ઉતરે!
થઈ સાપ રસ્તા સરકતા થયા છે

ઉઠાવીને કાવડ વતન વાટ ચાલ્યા
ઘણા ઘાવ પગમાં સણકતા થયા છે.

– યામિની વ્યાસ

સૌજન્ય : સાહિત્યસેતુ ઈજર્નલ

OP 1.12.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: