
જનમજનમથી ચાલે છે દેકારો અંદર!
આ વખતે પણ આવ્યો નૈ સુધારો અંદર!
ભડભડ કરતું સળગ્યું છે કાગળનું આ ઘર
યાદ તમારી ફેંકી ગઇ અંગારો અંદર!
એ કારણ લાગે આ ચિત્રો હરતાં ફરતાં
સ્થિર, સનાતન બેઠો છે, જોનારો અંદર.
મુગ્ધા માફક માયા કેવું મલકાણી છે!
ખાધો આ કોણે ગેબી ખોંખારો અંદર?
લાખ લપેડા લયના, ભાવ ભરો છો ચપટીક
આમાં સૌને થાય ઘણો, મૂંઝારો અંદર
~ વિપુલ પરમાર
હળવી શૈલીમાં અને હળવા શબ્દોમાં પણ સંપૂર્ણ અર્થગંભીર ગઝલ
તરત હૃદયને સ્પર્શી જાય એવી ગઝલ….

ભાર વગર ભવ્ય તત્વજ્ઞાન આપતી નમણી નાજુક ગઝલ
ખૂબ સરસ ભાવોર્મિ, વિચાણીય.
લાજવાબ ગઝલ
બહુ ઉમદા ગઝલ. 👌