ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ ~ આધાર જિંદગીનો

કોને કરી તે રાખ્યો સરદાર જિંદગીનો,
એના ઉપર ઘણો છે આધાર જિંદગીનો.

હર પળ મળી રહે છે સહકાર જિંદગીનો,
સમજ્યા વગર ન કરજે ધિક્કાર જિંદગીનો.

છે ટાંકણું હથોડી પથરોય તું જ તારો,
તારે જ ઘડવો પડશે આકાર જિંદગીનો.

અનહદ મળ્યું છે અંબર છૂટથી ઉડાણ કરવા,
ઓછો નથી જરા પણ પડથાર જિંદગીનો.

ફરિયાદ કંઇ ન રહેશે સઘળું જ પ્યારું થાશે,
જો તું ખરો બની જા દિલદાર જિંદગીનો.

સંજોગ હો ગમે તે સાથે રહી અડીખમ,
હંમેશ માનજે તું આભાર જિંદગીનો.
~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’

‘ચાલવા’ના સંદર્ભે જીવનવાણી ઉચ્ચારી છે કવિએ.
રજૂઆત ગમી. છેલ્લો શેર જરા અસ્પષ્ટ લાગ્યો!

7 Responses

 1. સરસ રચના છે ટાંકણુ હથોડી,,, સરસ શેર ખુબ ખુબ અભિનંદન

 2. સરસ પ્રેરણાત્મક ગઝલ.

 3. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" says:

  લતાબહેન,
  આપને નમસ્કાર.
  ફરી એકવાર મારી એક ગઝલને કાવ્ય વિશ્વમાં સ્થાન આપીને તમે મને બહુ જ પ્રોત્સાહિત કર્યો છે.

  સાહિત્ય રસિકોમાં કાવ્ય વિશ્વ વધુને વધુ ચાહના મેળવતું જાય છે.એ તમારી મહેનતનું પરિણામ છે.
  આપને ફરી નમસ્કાર.

  ભદ્રેશ વ્યાસ”વ્યાસ વાણી”

 4. દિપક વ્યાસ 'સાગર' says:

  વાહ ખૂબ સરસ રચના

  મૂલ્યો બધા જીવનના સમજી જજે સવેળા
  સમજી વિચારી દેજે આકાર જિંદગીનો….!!

  સાગર

 5. Anonymous says:

  વાહહહહ ખૂબ સુંદર રચના

 6. Ashok Vavadiya says:

  વાહહહ ખૂબ જ સુંદર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: