જયંત પારેખ ~ સ્ટિલ લાઈફ

સ્ટિલ લાઈફ ~ જયંત પારેખ

ધૂસર દીવાલમાં

ચાંદનીના લપેડા કરેલી ઝાડની ખોપરી

પીળા પડદામાં

ઘુવડની ચિચિયારીના સળ

કાળા ટેબલ કાળી ખુરશીમાં

કાળા માણસનાં કાળાં શરીરના દાબ

ધોળી છીછરી રકાબીમાં

જૂલમગારે ખેંચી કાઢેલી આંખોનાં સીતાફળ

નીંગળેલા લાલઘટ્ટ લોહીમાં

ચોંટી ગયેલી મીણબત્તી બુઝાયેલી વાટનો ધુમાડો

કાચના કૂંજાના પારદર્શક પાણીમાં

જરીપુરાણા છાપાના ડૂચાનો ચંદ્ર

~ જયંત પારેખ (4.4.1929)

મુંબઈના કવિ, અનુવાદક, સંપાદક.

કવિ કવિલોક, ઊહાપોહ અને એતદના સહતંત્રી રહી ચૂક્યા છે.

જન્મદિવસે સ્મૃતિવંદના   

1 Response

  1. જન્મદિવસ ની શુભ કામના વિવિધ વ્યકિતત્વ ના માલિક કવિ શ્રી ને અભિનંદન

Leave a Reply to છબીલભાઈ ત્રિવેદી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: