આશ્લેષ ત્રિવેદી

ઓઢીને લીલોતરી બેઠા છીએ,
એક ટહુકાને સ્મરી બેઠા છીએ.

ખૂટતા રંગો ભરી દે તું હવે,
સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.

કૈંક વડવાનલ ધખે પેટાળમાં,
બસ, ઉપરથી આછરી બેઠા છીએ.

અંત એનો શું હશે કોને ખબર !
વારતા તો આદરી બેઠા છીએ.

મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ.

~ આશ્લેષ ત્રિવેદી

એક એક શેર મોતી જેવો….

4 Responses

  1. ખૂબ સરસ ગઝલ

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    વાહ!અંદર આસન જમાવી બેઠા!સકલને બાથ ભરીને બેઠા કવિ.

  3. સરસ મજાની રચના કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન

  4. સાદ્યંત સુંદર રચના

Leave a Reply to સાજ મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: