અનિલા જોષી ~ કોયલ ટહૂકે

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈંયર, શું કરિયેં?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈંયર, શું કરિયે?

ઊંઘમાં જાગે ઊજાગરો
ને સમણાંની સોગાદ
સૈંયર, શું કરિયેં?

મૂગામંતર હોઠ મારા
ને હૈયું પાડે સાદ
સૈંયર, શું કરિયેં?

પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈંયર, શું કરિયેં?

પગમાં હીરનો દોર વીંઝાયો
ને ઝરણાનો કદનાદ
સૈંયર, શું કરિયેં?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈંયર, શું કરિયેં?

~ અનિલા જોષી

6 Responses

 1. ખુબ સરસ રચના બધા શેર ગમ્યા અભિનંદન

 2. ઉમેશ જોષી says:

  તનમાં તરણેતરનો મેળો,
  ને મનમાં છે મરજાદ,
  સૈયર શું કરીએ…
  વાહ ખૂબજ સરસ રચના છે.
  અભિનંદન.

 3. Chandrakant Dhal says:

  લતાબહેન આપની રચના સમેત લગભગ સૌ કવિઓની રચનાઓ ઉત્કૃષ્ટ છે. આપની પસંદગી નિર્વિવાદ મણકામાંથી મોતી ચૂંટી લાવ્યા જેવી છે. આવી રચનાઓનો આસ્વાદ પણ કવિ હૃદયના સૌ ભાવકો માટે પીરસાતું મનોવ્યંજન જ છે. આ પ્રયાણમાં નિરંતર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા.🌹🙏🏼

 4. પ્રફુલ્લ પંડયા says:

  અનિલા જોશીનું સુંદર ગીત! કવિયત્રીશ્રીને હાર્દિક અભિનંદન !
  અનિલાબેને અનેક સમૃદ્ધ રચનાઓ આપી છે તેનું સહજ સ્મરણ થાય છે. ” કાવ્ય વિશ્વ” એ તેઓની એક ઉત્તમ રચના પ્રકટ કરી તેનો વિશેષ આનંદ છે po
  પ્રફુલ્લ પંડ્યા

 5. હરીશ દાસાણી.મુંબઈ says:

  અનિલાબેનનું કાવ્ય કોમળ મધુર અને સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: