Mahmoud Darwish ~ The war * અનુ. તુષાર શુક્લ * Tushar Shukla

The war will end~ Mahmoud Darwish

The war will end

The leaders will shake hands

The old woman will keep waiting for her martyred son

The girl will wait for her beloved husband

And those children will wait for their hero father

I don’t know who sold our homeland

But I saw who paid the price.

~ Mahmoud Darwish, Palestinian poet

*****

ઘોષણા થશે

યુદ્ધ સમાપ્તિની.

હસ્તધૂનન કરશે રાજનેતા.

વૃદ્ધ માતા બારણે બેઠી તાક્યા કરશે વાટ

એના શહીદ પુત્રની વાટમાં.

મુગ્ધા માર્ગ  જોયા કરશે ઊંબરે ઊભી

એના પ્રિય પતિની

અને પેલાં ભૂલકાં રાહ જોશે

એમના Hero પિતાની

મને ખ્યાલ નથી કે કોણે વેચી મારી

અમારી માતૃભૂમિ

પણ હું જાણું છું કોણે એની કિંમત ચૂકવી તે.

Mahmoud Darwish *પેલેસ્ટાઇનના કવિ   

(અનુવાદ) તુષાર શુક્લ

3.3.22

*****

*****

છબીલભાઈ ત્રિવેદી * 03-03-2022 * પેલેસ્ટાઇન કવિ ના યુધ્ધ કાવ્ય નો અેક ઋુજુ કવિ એ કરેલો અનુવાદ ખુબજ ઉમદા રહયો યુધ્ધ કાવ્યો આપણી સંવેદના ને હચમચાવી દેતા હોય છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Kirtichandra Shah * 03-03-2022 * Yes we know who paid the price. But it is our niyati to see and shed tears. Yudh ni kavita is heart rending. Very touching and very apt for all the time

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: