Reza Mohammadi ~ The Football * અનુ. યોગેશ વૈદ્ય

The Football ~ Reza Mohammadi

Politics is a river that divides the villages.
Hey soldiers!
Put down your guns and still your radios.
There is no need for handcuffs,
for warnings, for an ambush.
We are not one of you.
We are not one of them.
We just want to get across and get back our ball.

(Persian. Afghanistan)

*****

ફૂટબોલ

રાજનીતિ એ એક મોટી નદી છે

જે અમારાં ગામને અળગાં કરે છે.

સૈનિકો!

તમારી બંદુકોને નીચે મૂકી દો

અને વાયરલેસ સેટને કરી નાંખો બંધ.

હાથકડીઓની શું જરૂર છે?

અમને ચેતવણી આપવાની  કે

અમારા પર છુપાઈને છાપો મારવાની પણ કોઈ જરૂર નથી.

અમે તમારામાંના નથી

અમે તેઓમાનાં (પણ) નથી

અમારે તો ફક્ત અમારો ફૂટબોલ પાછો લાવવો છે

જે ચાલ્યો ગયો છે નદીના સામા કાંઠે.

~ Reza Mohammadi  (Persian. Afghanistan)

અનુવાદ : યોગેશ વૈદ્ય (હમીદ કબીર અને નિક લેયર્ડના અંગ્રેજી અનુવાદ પરથી)

સૌજન્ય : નિસ્યંદન ~ યોગેશ વૈદ્ય

OP 31.1.22

*****

*****

સાજ મેવાડા * 01-02-2022 * આદરણીય કવિ, સંપાદક અને એક નવાજ પ્રકારનું ઈ-સામયિક, “નિસ્યંદન”ના તંત્રી શ્રી યોગેશભાઈની કવિતા સંબંધી કામ અનન્ય છે. સરસ ભાવાનુવાદ કર્યો છે.

છબીલભાઈ ત્રિવેદી * 31-01-2022 * અંગ્રેજી કાવ્ય નો ખુબજ સરસ અનુવાદ પંછી, નદી, નાના બાળકો ને સરહદ ની કાંઇ ખબર નથી તેતો તેની મસ્તી મા જીવતા હોય છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: