સ્વામી વિવેકાનંદ ~ To an Early Violet* અનુ. વિવેક ટેલર * Vivek Tailor

To an Early Violet

What though thy bed be frozen earth,
Thy cloak the chilling blast;
What though no mate to clear thy path,
Thy sky with gloom o’ercast —
What though of love itself doth fail,
Thy fragrance strewed in vain;
What though if bad o’er good prevail,
And vice o’er virtue reign —
Change not thy nature, gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume
Unasked, unstinted, sure !

સ્વામી વિવેકાનંદના કાવ્યસંગ્રહનું નામ છે, ‘In Search of God ’. એમણે કેટલાંક કાવ્યો બંગાળીમાં તેમ કેટલાંક સંસ્કૃતમાં લખ્યાં છે.

*****

ખીલેલાં વાયોલેટ ફૂલોને – સ્વામી વિવેકાનંદ

(મન્દાક્રાન્તા)

તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !

ભાવાનુવાદ : વિવેક ટેલર

સૌજન્ય : લયસ્તરો

OP 12.1.22

*****

*****

રેખાબેન ભટ્ટ * 12-01-2022 * વિવેકાનંદનું અદ્ભૂત કાવ્ય અને વિવેક ટેલરનો ઉત્તમ અનુવાદ. વાંચવાની મજા આવી. ઉત્તમ કાવ્યો માત્ર એક click થી માણવા મળે એ જેવીતેવી વાત છે? પાનું ફેરવવા જેટલી પણ તસ્દી લીધા વિના! આભાર .. 🌹🌹👍અને અભિનંદન.

સાજ મેવાડા * 12-01-2022 * વાહ, વાહ. ખૂબ સુંદર ભાષાંતર કર્યું છે, ગુજરાતીમાં જ રચાઈ હોય એવું લાગે છે. અભિનંદન કવિ વિવેક ટેલરને.

Chaitali Thacker * 12-01-2022 * સલામ આ વિચારોને..

છબીલભાઈ ત્રિવેદી * 12-01-2022 * વિવેક ટેલર સાહેબે વિવેકાનંદજી ના કાવ્ય નો આસ્વાદ ખુબ સરસ રીતે કરાવ્યો બન્ને દિગ્ગજ મહાન હસ્તિ ઓને વંદન ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: