Silas H. Perkins ~ The Common Road * અનુ. હરિકૃષ્ણ પાઠક * Harikrushna Pathak

The Common Road ~ Silas H. Perkins

I want to travel the common road

With the great crowd surging by,

Where there’s many a laugh and many a load,

And many a smile and sigh.

I want to be on the common way

With its endless tramping feet,

In the summer white and winter gray,

In the noonday sun and heat.

In the cool of evening with shadows nigh,

At dawn, when the sun breaks clear,

I want the great crowd passing by,

To ken what they see and hear.

I want to be one of the common herd,

Not live in a sheltered way,

Want to be thrilled, want to be stirred

By the great crowd day by day;

To glimpse the restful valleys deep,

To toil up the rugged hill,

To see the brooks which shyly creep,

To have the torrents thrill.

I want to laught with the common man

Wherever he chance to be,

I want to aid him when I can

Whenever there’s need of me

I want to lend a helping hand

Over the rough and steep

To a child too young to understand –

To comfort those who weep.

I want to live and work and plan

With the great crowd surging by

To mingle with the common man,

No better or worse than I.

સૌજન્ય : કવિલોક

*****

સરિયામ રસ્તો ~ Silas H. Perkins

જાવા ચાહું એ જ સરિયામ રસ્તે

મોટાં ટોળાં જ્યાં વહે આસપાસ,

જ્યાં છે કંઈ કૈ બોજ ભેળા હુલાસ

ને છે કંઈ જ્યાં હાસ, ઘેરા નિઃસાસ.

ચાહું જાવા સર્વસામાન્ય રસ્તે

ચાલે છે જ્યાં એક યાત્રા અનંત,

ઉત્તાપોમાં ગ્રીષ્મના કે શિશિરે –

કે બપ્પોરી આકરા બાણ તાપે.

શીળી સાંજે થાય : છાયા ઢળે ત્યાં

કે વ્હેલી કો સૂર્યદીપ્તા પરોઢે

ચાહું : ટોળાં સહેલતાં જે સમીપે

જાણું : એ શું સાંભળે કે નિહાળે.

ટોળાં કેરો અંશ હું યે બનું ને

જીવું ના કંઈ ખાસ રક્ષાયલો થૈ,

પામું પાછી આ મહાસંઘમાંથી

રોમાંચો, આઘાત સહેવા સદાયે.

ઊંડી ખીણો પેખવી શાંત સૂતી,

જોવી કાં તો ટેકરી પથ્થરાળી;

વહેતા છાના જે ઝરા નીતરીને

લાજી ઝીલે ધોધવાની ઝણેણી.

જોઉં ક્યાંકે ‘નંદતો માનવીને

સાદો-સીધો-હુંય સંગે હસી લૌં

ચાહું પાછો હાથ લંબાવવાને

જ્યાં જ્યાં એને સ્હાય મારી ખપે છે.

ચાહું એને આપવા હાથ-ટેકો;

મુશ્કેલીઓ, આપદા વામવાને,

એવાં જે કો બાળુડાં છે અબોધ

રાખું છાનાં કંઈક આપી દિલાસો.

ચાહું ત્યાં હું જીવવા કર્મયોગે

સેલારા જ્યાં લોકટોળાં ભરે છે,

ઘેરાવું એ માનવી માત્ર સંગે

મારાથી ના લેશ સારા-નઠારા.

~ અનુવાદ : હરિકૃષ્ણ પાઠક

OP 12.2.22

*****

*****

છબીલભાઈ ત્રિવેદી * 12-02-2022 * હરિક્રુષ્ણ પાઠક દ્વારા અંગ્રેજી કાવ્ય નો ખુબજ સરસ અનુવાદ ખુબજ ઉમદા રહયો ખુબ સરસ રચના અને અેટલોજ ઉત્તમ ભાવાનુવાદ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Kirti Shah * 12-02-2022 * Not Alive in a sheltered way Wah wah

1 Response

  1. અનુવાદ અને કાવ્ય ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: