લાભશંકર ઠાકર ~ ગાંધી બાપુને * અનુ. અજ્ઞાત * Labhshankar Thakar

ગાંધી બાપુને – લાભશંકર ઠાકર 

હું મારી ઊંઘમાં
લઈ જાઉં છું દોરીને પેન્સિલથી.
એમના પગ દોરું
ત્યાં તો ચાલવા માંડે.
‘બાપુ ઊભા રહો.
હજી મને પૂરા દોરવા તો દો.’
બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’
બોલો
ચાલતા ચાલતા કંઈ દોરી શકાય ?
એ તો
અટકતા જ નથી મારી ઊંઘમાં.
હું પેન્સિલની અણી અડાડું ત્યાં તો
આગળ ને આગળ.
અટકે તો પૂરેપૂરા દોરું ને !

*****

In my sleep I take Gandhi Bapu along,                                 

drawing him with a pencil.
The moment I draw his feet, they start walking.
‘Bapu, stop. Let me finish drawing you.’
Bapu says, ‘Draw as you walk.’
Tell me, is it possible for anyone to draw while walking ?
But he simply refuses to stop
Walking in my sleep.
The moment I touch him with the pencil point, he surges ahead.
How will I finish drawing him if he doesn’t stop ?

– Labhshankar Thakar
(English Translation : unknown) (source: Sameepe 36)

સૌજન્ય * લયસ્તરો

OP 16.11.21

*****

*****

Chaitali Thacker

12-01-2022

વાહ

Varij Luhar

03-12-2021

વાહ વાહ..લા.ઠા

સાજ મેવાડા

26-11-2021

આવું પણ કાવ્ય હોય?

છબીલભાઈ ત્રિવેદી

16-11-2021

આજનુ ધીરૂભાઈ ઠાકર સાહેબ નુ કાવ્ય ખુબજ સરસ ગાંધી બાપુને તો તમામ કવિ મિત્રો અે પોત પોતાની રીતે લાડ લગાવ્યા છે ગાંધી તો યુગ પુરુષ છે તેમની ચેતના ને પ્રણામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: