રાવજી પટેલ ~ કંકુના સૂરજ * અનુ. દિલીપ ઝવેરી * Ravji Patel * Dilip Zaveri

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ~ રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

*****

The Song of Illusive Death~રાવજી પટેલ

Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes

Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes

By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.

– Ravji Patel
(Translated by દિલિપ ઝવેરી)

સૌજન્ય : લયસ્તરો

OP 24.12.21

*****

*****

નીતિન ત્રિવેદી

24-12-2021

અનુવાદ સરસ થયો છે.

Varij Luhar

24-12-2021

વાહ.. કવિશ્રી રાવજી પટેલ ની સુંદર રચના નો ખૂબ સરસ આસ્વાદ

છબીલભાઈ ત્રિવેદી

24-12-2021

રાવજીપટેલ ના કાવ્ય નો અનુવાદ દિલીપ ઝવેરી સાહેબ દ્નારા ખુબ સરસ રીતે કરવામાં આવ્યો ખુબજ જાણીતી રચના અને અેટલોજ ઉત્તમ ભાવાનુવાદ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: