સંજુ વાળા ~ રેલમમછેલ * અનુ. મનોજ શુક્લ * Sanju Vala * Manoj Shukla

સંજુ વાળા : રેલમછેલ

રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ !
કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પહેલ ?

વસ્તુમાંથી બહાર નીકળતી બીજી નાની વસ્તુ,
કોઇ કહે છે અચરજ મોટું, કોઇ કહે છે, સસ્તું.
ઓળખ વિના શિંગડિયો ઘુવડ પણ લાગે ઢેલ !
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ !

વિચાર પાટે ચડ્યા પછી ક્યાં નક્કી ક્યાં જઇ ચડીએ ?
પાતાળે  પહોચીને  ત્યાંથી  સીધા  આભે અડીએ.
નભ ધરતીને સાંકળતી આ કઇ અમરતની વેલ ?
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ !

*****

Juicy flow : sanju vala

Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

The thing from what comes out another petty thing,
Someone says astonishment big, someone says it cheap.
Recognitionless the horned owl too seems a pea-hen,
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,

Tracked on thinking who knows where one ever reaches,
Reaching bottom, straightway the sky one even touches.
Chaining Sky and Earth, which creeper is this eternal ?
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,

Translated by : Manoj Shukla

OP 21.10.21

*****

*****

Kirtichandra Shah

16-11-2021

What is mimicking and what is initiative ! Wah Wah

સાજ મેવાડા

09-11-2021

સરસ ભાવાનુવાદ. બંને સરસ.

સાજ મેવાડા

28-10-2021

બંને મિત્રો ને અભિનંદન,. ખૂબ જ સરસ રચના અને ભાવાનુવાદ.

સંજુ વાળા

21-10-2021

ખૂબ ખૂબ આભાર

છબીલભાઈ ત્રિવેદી

21-10-2021

સંજુવાળા સાહેબ ના કાવ્ય નો અનુવાદ મનોજશુકલજી અે ખુબ સરસ કરાવ્યો ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: