केदारनाथसिंह ~ आना * અનુ. રમણીક અગ્રાવત * Ramnik Agrawat
आना : केदारनाथ सिंह
आना
जब समय मिले
जब समय न मिले
तब भी आना
आना
जैसे हाथों में
आता है जाँगर
जैसे धमनियों में
आता है रक्त
जैसे चूल्हों में
धीरे-धीरे आती है आँच
आना
आना जैसे बारिश के बाद
बबूल में आ जाते हैं
नए-नए काँटे
दिनों को
चीरते-फाड़ते
और वादों की धज्जियाँ उड़ाते हुए
आना
आना जैसे मंगल के बाद
चला आता है बुध
आना |
*****
આવવું : કેદારનાથસિંહ
આવવું
સમય મળ્યે
સમય ન મળે
ત્યારેય આવવું…..
આવવું,
જેમ હાથમાં
આવે છે તાકાત
જેમ ધમનીઓમાં
આવે છે રક્ત
જેમ ચૂલામાં
ધીમે ધીમે આવે છે ઉષ્મા
આવવું.
આવવું, જેમ વરસાદ પછી
બાવળમાં આવી જાય છે
નવા નવા કાંટા
દિવસોની
તોડમરોડ કરતાં
અને વાયદાઓનો કચ્ચરઘાણ કરતાં
આવવું.
આવવું, જેમ મંગળ પછી
આવી જાય છે બુધ
આવવું.
હિંદીમાંથી અનુવાદ: રમણીક અગ્રાવત
OP 12.6.21
*****
*****
Divya
15-09-2021
मुझे लगता है कि आना का यहां अनुवाद આવજે होना चाहिए
આવજે
જ્યારે સમય મળે
સમય ન મળે
ત્યારેય આવજે
છબીલભાઈ ત્રિવેદી
12-06-2021
આજનો આવવુ કાવ્યનોઅનુવાદ ખુબ સરસ, આજનુ કાવ્ય નિરંજનભગત સાહેબ પણ ખુબજ માણવા લાયક રહ્યુ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
12-06-2021
સરસ શબ્દો, અછાંદસ માં સરસ અભિવ્યક્તિ. અનુવાદ સરસ.
પ્રતિભાવો