રવીન્દ્રનાથ ટાગોર ~ રૂપ-નારાનેર કૂલે * અનુ. ઉમાશંકર જોશી * Ravindranath Tagor * Umashankar Joshi

રૂપ-નારાનેર કૂલે

જેગે ઉઠિલામ ;
જાનિલામ એ જગત
સ્વપ્ન નય.
રક્તેર અક્ષરે દેખિલામ
આપનાર રૂપ;
ચિનિલામ આપનારે
આઘાતે આઘાતે
વેદનાય વેદનાય;
સત્ય યે કઠિન,
કઠિનેરે ભાલોબાસિલામ-
સે કખનો કરે ન વંચના.
આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-
સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,
મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે.

– રવીન્દ્રનાથ ઠાકુર

*****

રૂપનારાન[નદીનુંનામ] નાકિનારાપર

હું જાગી ઊઠ્યો.
જાણ્યું કે આ જગત
સ્વપ્ન નથી.
રક્તના અક્ષરોમાં નિહાળ્યું
મેં પોતાનું રૂપ;
પોતાની જાતને ઓળખી
પ્રત્યેક આઘાતમાં
એકેએક વેદનામાં;
સત્ય તો કઠિન છે,
કઠિનને મેં પ્રેમ કર્યો-
તે ક્યારેય છેતરપિંડી કરતું નથી.
સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની,
મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની,
મરણ પર્યંતની દુઃખની તપસ્યા – આ જીવન.

અનુ.- ઉમાશંકર જોશી

OP 2.6.21

*****

****

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

19-08-2021

ટાગોરની કવિતાનું ભાષાંતર કરી એમની રચનાઓ સાથે અવગત કરાવીને ગુજરાતી કવિઓની સરસ મદદ કરી છે.

છબીલભાઈ ત્રિવેદી

18-08-2021

બે દિગ્ગજ કવિ ઓ ના સમન્વય ને આપણે તો શું લખી શકીએ પણ ખુબજ સરસ અને માણવા લાયક કાવ્મ અને અનુવાદ ગુજરાતી સાહિત્ય ના બન્ને સૂર્ય ને પ્રણામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: