જયંત પાઠક ~ ના રસ્તા ના ઝરણાં * Jayant Pathak  

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટાં પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

~ જયન્ત પાઠક

નરી પીડા અને વિષાદ…. પણ સ્વીકારભાવ વર્તાય….  

4 Responses

  1. થોડા શબ્દો અને પ્રતીકોથી વેદના પ્રસંગની અભિવ્યક્તી.

  2. Kirtichandra Shah says:

    અમે અચાનક મળી ગયા…ના Bhadi ગયા ના છૂટા પડ્યા..
    Sunder છે

  3. જયંત પાઠક ની આજની રચના આપે કહ્યુ તેમ પિડા અને વિષાદની કવિતા જીવન મા આ બધુ તો આવ્યા જ કરે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

  4. ઝરણાં કે રસ્તાઓની માફક માણસ સહજ રીતે એકબીજાને મળી કે ભળી શકતો નથી એની વેદના કેટલાં ઓછાં ‌‌શબ્દોમાં સૂપેરે વ્યક્ત કરી! વાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: