કવિ ખલીલ ધનતેજવીના બે કાવ્યો * Khalil Dhantejavi  

अब मैं राशन की क़तारों में  ~ ખલીલ ધનતેજવી

अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ

इतनी महँगाई के बाज़ार से कुछ लाता हूँ
अपने बच्चों में उसे बाँट के शरमाता हूँ

अपनी नींदों का लहू पोंछने की कोशिश में
जागते जागते थक जाता हूँ सो जाता हूँ

कोई चादर समझ के खींच ना ले फिर सेख़लील
मैं कफ़न ओढ़ के फुटपाथ पे सो जाता हूँ

ख़लील धनतेजवी

કવિ ખલીલ ધનતેજવીની આ અદભૂત ગઝલ. માતૃભાષા ગુજરાતી હોવા છતાં હિન્દી/ઉર્દુ પર એમની ખૂબ પકડ. જગજિતસિંહના સ્વરમાં આ ગઝલ અમર બની ગઈ છે.

*****

ઘર થયું ~ ખલીલ ધનતેજવી  

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,
કટકે કટકે પૂરું આ જીવતર થયું.

~ ખલીલ ધનતેજવી

4 Responses

  1. ખલીલ ધનતેજવી ની ખુબજ જાણીતી રચના ખેતો સે બિછડને કી સજા પાતે હૈ અબ રેશન કી કતાર પે નજર આતે હૈ વાહ કેટલી વેધક વાત આભાર લતાબેન

  2. બંને રચનાઓ સાદ્યંત સુંદર…

    કવિને સલામ

  3. Raksha Shukla says:

    ખાલીલ્સાહેબની બંને રચનાઓ ખૂબ સુંદર…..ક્યા બાત…

  4. ખલીલ ધનતેજવી સાહેબનું સાહિત્યીક અને અન્ય ક્ષેત્રોનું બહું આયામી વ્યક્તિત્વ સદાય આપણા હ્રદયમાં સચવાશે. સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: