એષા દાદાવાળા ~ ફૂટપાથની ધારે

ફૂટપાથની ધારે

રાતે સાવ ભૂખ્યા સૂઈ ગયેલા બાળકની આંખોમાં

કેવાં સપનાં આવતાં હશે, ખબર છે ?

એના સપનામાં પરીઓ આવી

બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જએમને

નવાં નક્કોર કપડાં પહેરાવી

પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?

કે પછી સવારે જ એની ઉંમરના બાળકને

એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને

એના મનમાં જે કલ્પના ચાલેલી એવું જ કંઈક

સપનામાં આવીને સાન્તાક્લોઝ સાચું કરી જાય ?

પણ હમણાં તો એને સપનામાં દેખાય છે

કપરકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં

બે નંગ કપ-રકાબીના પૈસા

મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે

ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો બાપ દારૂ પી ગયો છે તે

આ બધાં જ સપનાઓ

હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવી જગાડી દે છે

પણ ચિંતા ન કરો

થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે

કારણ કે એને સપનાઓ જ નહીં આવે…

~ એષા દાદાવાળા 

બાળમજૂરનો તાદૃશ ચિતાર આપતું કાવ્ય ! આવા શબ્દો વાંચીને હલબલાવી નાખે છે. આવો, એને બરાબર યાદ રાખીને પેલા લારી પર કામ કરતા બાળકની જિંદગીને બહેતર બનાવવા પ્રયાસ કરીએ.

સાભાર – કાવ્યસંગ્રહો : ‘વરતારો’ 2008

30.4.21

Anila shah

19-05-2021

Very touchy

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

30-04-2021

એક વાસ્તવિક પ્રસંગ ચિત્ર ને અછાંદસ કવિતા માં ફેરવવની હથોડી/ટી કવિયત્રી એષા જીમાં દેખાય છે, થોડા શબ્દોમાં સરસ રીતે વેદના રજૂ કરીને કરામત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: