જલન માતરી ~ રહસ્યોના પડદાઓ * Jalan Matari

રહસ્યોના પડદાઓ ફાડી તો જો? 
ખુદા છે કે નહીં હાક મારી તો જો?

પલાંઠી લગાવી ના બેસી રહે, 
તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો?

ખબર પડશે આવે છે કેવી મજા, 
તું મુજ જેમ અશ્રુ દબાવી તો જો?

હશે તો ઊઠી દોડવા માંડશે, 
તું પ્રારબ્ધને લાત મારી તો જો?

ક્રમ વછૂટી જશે છોડતાં છોડતાં, 
તું પ્રીતિ તણી ગાંઠ વાળી તો જો?

ફીણ મોઢામાં આવી જશે મોતનું, 
તું ઈચ્છાઓ નાહક વધારી તો જો? 

– જલન માતરી

જલનસાહેબની ગઝલ, એમના શેર સીધા તીરની જેમ હૃદયસોંસરવા ઉતરી જાય. આજે જલનસાહેબનો 86મો જન્મદિવસ. એમની સ્મૃતિને ભાવભર્યા વંદન.

વિડીયો સૌજન્ય : ટહૂકો.કોમ 

ખાસ નોંધ : આ ગઝલના શબ્દો મને નેટ પરથી મળ્યા એમાં મૂળ રચના કરતાં ઘણા ફેરફાર હતા. ડો. વિવેકભાઈ ‘કાવ્યવિશ્વ’ના નિયમિત મુલાકાતી, કવિતા માટે પૂરી નિસ્બત અને ખાંખત ધરાવતા જીવ. એમણે મૂળ રચના શોધીને મને મોકલી. મેં એ બદલી. આભાર માનું છું, વિવેકભાઈ ! 

1.9.21

કાવ્ય : જલન માતરી સ્વર : અચલ અંજારિયા

*****

ડો. પુરુ્ષોત્તમ મેવાડા, સાજ

01-09-2021

જલન સાહેબની આ સદાબહાર ગઝલ વાંચી, સાંભળી અનેકવાર ભાવ વિભોર થઈ જવાયું છે.

Varij Luhar

01-09-2021

જલન સાહેબ ને તેઓની જન્મ જયંતિએ વંદન..દસેક વર્ષ પહેલાં અમદાવાદ દુરદર્શન પર કવિ કહે.. કાર્યક્રમમાં સાથે હતા તે અણમોલ યાદગીરી છે મારા માટે

છબીલભાઈ ત્રિવેદી

01-09-2021

જલન માતરી સાહેબ નો આજે જન્મદિવસ ખુબ ઉમદા ગઝલકાર. મહુવા મળવા નુ બનતુ ઉપેન્દ્રત્રિવેદી ભાઈ ને જલન સાહેબ એક બીજાને શેર કહે, ખુબ સાંભળ્યા તેમના અેકે અેક શેર જબરદસ્ત આપે આપ્યા તે તેમના યાદગાર શેર છે અેટલે તો કયામત ની રાહ છે. ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: